ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM) | aakshvani | aakshvaninews | India | SPORTS

printer

ભારતીય પેરા સ્વિમર જિયા રાય વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં

ભારતીય પેરા સ્વિમર જિયા રાય ઇંગલીશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં છે. 16 વર્ષનાં દિવ્યાંગ જિયાએ ઇંગલેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સનાં પોઇન્ટે દ લા કોર્ટે-ડ્યુન સુધીનું 34 કિલોમીટરનું અંતર 17 કલાક અને 25 મિનિટમાં કાપ્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ઓપન વોટર પેરા સ્વિમર છે અને ઓપન વોટર સ્વિમિંગમાં વિશ્વ વિક્રમ ધરાવે છે.