ફેબ્રુવારી 27, 2025 2:11 પી એમ(PM) | ભારતીય પશુ કલ્યાણ બોર્ડ

printer

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે. આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન બદલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરાશે.આ પુરસ્કારોને પ્રાણી મિત્ર પુરસ્કાર અને જીવ દયા પુરસ્કાર એમ બે પ્રાથમિક શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રાણી મિત્ર પુરસ્કાર પાંચ પેટા શ્રેણીમાં અપાશે. જેમાં પશુ કલ્યાણ ક્ષેત્ર, નવીન વિચાર,આજીવન પશુ સેવા, પશુ કલ્યાણ સંગઠન તથા સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સરકારી અથવા સહકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. જીવ દયા પુરસ્કાર ત્રણ પેટા શ્રેણીમાં એનાયત કરાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રીઓ, એસ. પી. સિંહ બઘેલ અને જ્યોર્જ કુરિયન સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.