સપ્ટેમ્બર 12, 2025 10:45 એ એમ (AM)

printer

ભારતીય નૌકાદળ આજે INS અરવલ્લીને પોતાના કાફલામાં સામેલ કરશે.

ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ભારતીય નૌકાદળ આજે ગુરુગ્રામમાં પોતાના કાફલામાં INS અરવલીને સામેલ કરશે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અરવલ્લી પર્વતમાળાના નામ પરથી INS અરવલ્લીનું નામ આપવામાં આવ્યું છે. તેને નૌકાદળની માહિતી અને સંદેશાવ્યવહાર પ્રણાલીને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. તે નિયંત્રણ અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં માહિતી અને સંદેશાવ્યવહાર કેન્દ્રોને મદદ કરશે. આ સમારોહની અધ્યક્ષતા નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી કરશે.