ભારતીય નૌકાદળમાં આજે કોચીના નેવલ બેઝ ખાતે ઇક્ષક જહાજને ઔપચારિક રીતે સેવામાં સામેલ કરશે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીની હાજરીમાં કમિશનિંગ સમારોહ યોજાશે. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી કે, ઇક્ષક સર્વે વેસલ વર્ગના ત્રીજા અને દક્ષિણ નૌકાદળ કમાન્ડમાં સ્થિત પ્રથમ જહાજ સાથે ભારતીય નૌકાદળની હાઇડ્રોગ્રાફિક સર્વે ક્ષમતાઓને વધારશે. મંત્રાલયે જણાવ્યું કે, ઇક્ષક જહાજ નિર્માણમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમાં ઉમેર્યું હતું કે ‘ઇક્ષક’ નામ, જેનો સંસ્કૃતમાં અર્થ ‘માર્ગદર્શક’ થાય છે.
Site Admin | નવેમ્બર 6, 2025 9:32 એ એમ (AM)
ભારતીય નૌકાદળમાં આજે કોચી ખાતે ઇક્ષક જહાજને ઔપચારિક રીતે સેવામાં સામેલ કરાશે