ઓક્ટોબર 22, 2025 2:23 પી એમ(PM)

printer

ભારતીય નૌકાદળની દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ

ભારતીય નૌકાદળના દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. ઓપરેશન સિંદૂર અને નૌકાદળના અભિયાનો અને લડાઇ તૈયારીઓ વચ્ચે આ ત્રણ દિવસીય પરિષદ વધુ મહત્વપૂર્ણ બની રહી છે. આ પરિષદ રાષ્ટ્રીય નેતૃત્વ અને અમલદારો સાથે ગાઢ વાર્તાલાપ માટે એક મંચ તરીકે કામ કરે છે, અને વર્તમાન ભૂ-વ્યૂહાત્મક વાતાવરણમાં બહુ-પરિમાણીય પડકારોને ઘટાડવા માટે નૌકાદળના દૃષ્ટિકોણને સુવ્યવસ્થિત કરે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે નૌકાદળના કમાન્ડરોને સંબોધિત કરશે અને વિકસિત ભારત 2047 માટેનો રોડમેપ રજૂ કરશે. નૌકાદળના વડા, કમાન્ડર-ઇન-ચીફ સાથે, હિંદ મહાસાગરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત યોજનાઓની સમીક્ષા કરશે.