જૂન 13, 2025 8:17 એ એમ (AM)

printer

ભારતીય નિશાનેબાઝ સિફત કૌર સમરાએ જર્મનીમાં ISSF વિશ્વ કપમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં કાંસ્યચંદ્રક જીત્યો

ભારતીય નિશાનેબાઝ સિફત કૌર સમરાએ ગઈકાલે જર્મનીના મ્યુનિકમાં ISSF વિશ્વ કપ 2025માં મહિલા 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં કાંસ્યચંદ્રક જીત્યો હતો. 23 વર્ષીય સિફત ફાઇનલમાં 453.1 ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી.
નોર્વેની જેનેટ હૈગ ડ્યુસ્ટાડે 466.9 પોઈન્ટ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડની એમિલી જગ્ગીએ 464.8 પોઈન્ટ સાથે રજત ચંદ્રક જીત્યો હતો.
મ્યુનિક વિશ્વ કપમાં આ ભારતનો બીજો મેડલ છે. અગાઉ, એલ્વેનિલ વાલારિવને મહિલા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ વખતે 78 દેશોના લગભગ સાતસો શૂટર્સ ત્રીજા વિશ્વ કપ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.