જાન્યુઆરી 15, 2026 8:11 એ એમ (AM)

printer

ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સરકારની સલાહ

ભારતે સુરક્ષા ચિંતાઓને કારણે ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને વાણિજ્યિક ફ્લાઇટ્સ સહિત પરિવહનના ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરીને ઈરાન છોડવાની પણ સલાહ આપી છે. દરમિયાન નોર્વેમાં ઈરાન માનવ અધિકાર સંગઠન અનુસાર, ઈરાનમાં પ્રદર્શનો પરના કડક કાર્યવાહી દરમિયાન 3 હજાર 428 વિરોધીઓ માર્યા ગયા છે અને 10 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 8 થી 12 જાન્યુઆરી દરમિયાન વિરોધ પ્રદર્શનોમાં આશરે 3 હજાર 379 મૃત્યુ થયા હતા. યુએસ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા સમાચાર એજન્સીએ મૃત્યુઆંક ઓછામાં ઓછો 2 હજાર 571 ગણાવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.