તલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઇઝરાયલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયલની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસે ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સમય સમય પર સુરક્ષા સંબંધિત દિશાનિર્દેશો અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ભારતીય નાગરિકો દૂતાવાસના 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો +972 54 7520 711 અને +972 54 3278 392 પર સંપર્ક કરી શકે છે અથવા cons1.telaviv@mea.gov.in પર ઈમેલ મોકલી શકે છે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 9:24 એ એમ (AM)
ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઇઝરાયલની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી