ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં પુરુષ કમ્પાઉન્ડ ટાઇટલ જીતી લીધું છે.કુશલે ડબલ્સ શૂટ-ઓફમાં અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. કુશલે સેમિફાઇનલમાં ફ્રાન્સના વિશ્વ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવ્યો હતો. ભારતના ગણેશ મણિરત્નમ તિરુમુરુએ અંડર-21 પુરુષોની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | નવેમ્બર 17, 2025 8:59 એ એમ (AM)
ભારતીય તીરંદાજ કુશલ દલાલે જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં પુરુષ કમ્પાઉન્ડ ટાઇટલ જીત્યું