ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 8:29 પી એમ(PM)

printer

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. આ ઐતિહાસિક પરીક્ષણમાં પેનેસિયા બાયોટેક દ્વારા વિકસીત પ્રથમ સ્વદેશી ટેટ્રાવૈલેંટ ડેંગ્યૂ વેક્સિન- ડેંગીઑલની અસરકારકતાનું મૂલ્યાંકન કરાશે.
આ પરીક્ષણમાં ભાગ લેનારા પ્રથમ વ્યક્તિ પંડિત ભગવત દયાળ શર્માએ રોહતકની પોસ્ટ ગ્રેજ્યૂએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે રસી લીધી હતી.
આ ઉપલબ્ધિ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, પ્રથમ સ્વદેશી ડેન્ગ્યૂ વેક્સિન માટે આ ત્રીજા તબક્કાના નૈદાનિક પરીક્ષણની શરૂઆત, ડેન્ગ્યૂ વિરુદ્ધની અપાણી લડાઈમાં મહત્વની પ્રગતિનું પ્રતિક છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તે નાગરિકોને આ મોટી બીમારીથી બચાવવા માટે આપણી પ્રતિબદ્ધતા તેમજ રસી સંશોધન અને વિકાસ ક્ષેત્રે ભારતની ક્ષમતાઓને દર્શાવે છે.