ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એક નવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું છે. તે સ્માર્ટફોન આધારિત ફ્લોરસેન્સ ટર્ન-ઓન સિસ્ટમ છે, જે સસ્તું અને વપરાશકર્તા માટે અનૂકળ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સેન્સર શરીરમાં એલ-ડોપાનું પ્રમાણ સમજવામાં મદદરૂપ બનશે, જે દ્વારા રોગના અસરકારક નિયંત્રણ માટે જરૂરી માત્રા નક્કી કરવામાં મદદ મળશે. એલ-ડોપા એ એક રસાયણ છે જે માનવ શરીરમાં ડોપામાઇનમાં રૂપાંતરિત થાય છે અને પાર્કિન્સન વિરોધી દવા તરીકે કામ કરે છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:44 પી એમ(PM) | પાર્કિન્સન રોગ
ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એકનવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું
