ડિસેમ્બર 18, 2025 1:59 પી એમ(PM)

printer

ભારતીય તટ રક્ષક દળે ભારતીય પાણીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 35 બાંગ્લાદેશી માછીમારોને ઝડપ્યાં.

ભારતીય તટ રક્ષક દળે ભારતીય પાણીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 35 બાંગ્લાદેશી માછીમારોને અટકાયતમાં લીધા. તેમના બે ટ્રોલર પણ જપ્ત કરાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગઈકાલે સવારે બંગાળની ખાડીમાં ભારતીય તટ રક્ષક દળ દ્વારા બે શંકાસ્પદ ટ્રોલર જોવા મળ્યા હતા તેમને તાત્કાલિક પકડીને ફ્રેઝરગંજ માછીમારી બંદર પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગેરકાયદેસર પ્રવેશના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.
હાલમાં માછીમારોની પૂછપરછ ચાલી રહી છે. આજે કાકદ્વીપ અદાલતમાં તેમને રજૂ કરવામાં આવશે.