જાન્યુઆરી 16, 2026 9:25 એ એમ (AM)

printer

ભારતીય તટરક્ષક દળે પાકિસ્તાની માછીમારી બોટ અલ-મદીનાને પકડી પાડી

ભારતીય તટરક્ષક દળે અરબી સમુદ્રમાં ભારતીય દરિયાઈ સરહદમાં પાકિસ્તાની માછીમારી બોટ અલ-મદીનાને પકડી પાડી છે. માછીમારી બોટમાં નવ ક્રૂ સભ્યો હતા.પાકિસ્તાની બોટ ભાગી જવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ કોસ્ટ ગાર્ડે તેને અટકાવી અને તેની તપાસ કરી. ત્યારબાદ બોટને પોરબંદર બંદરે લઈ જવામાં આવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે આ ઝડપી કાર્યવાહી દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.