ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2024 7:57 પી એમ(PM) | ટેબલ ટેનિસ

printer

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓની પુરૂષોની ટીમે કઝાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયાઇ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓની પુરૂષોની ટીમે કઝાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયાઇ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે.
સ્પર્ધાની સેમિફાઇનલમાં ભારતનો ચાઇનીઝ તાઇપેઇ સામે 3-0થી પરાજય થયો હતો. ભારતના શરથ કમલનો- લીન-યુન જુ સામે અને માનવ ઠક્કરનો- કાઓ ચેંગ જુઇ સામે પરાજય થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરૂષ ખેલાડીઓની ટીમે વર્ષ 2021 અને 2023માં આ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રકો જીત્યા હતા.