જૂન 28, 2025 8:39 એ એમ (AM)

printer

ભારતીય ટીમ એશિયન સ્નૂકર ટીમ ચેમ્પિયનશિપની સેમિફાઇનલ પહોંચી

ભારતીય ટીમે એશિયન સ્નૂકર ટીમ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે કોલંબોમાં યોજાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતે કતારને 3-0થી હરાવ્યું. પંકજ અડવાણીએ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અલી અલ ઓબેદલીને હરાવ્યો. અન્ય એક સિંગલ્સમાં આદિત્ય મહેતાએ બશર અબ્દુલ મજીદને હરાવ્યો. ડબલ્સમાં અડવાણી અને બ્રિજેશે અલ ઓબેદલી અને મજીદની જોડીને હરાવી. ભારતનો આગામી મુકાબલો હોંગકોંગ અને બહેરીન વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.