ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 17, 2025 1:49 પી એમ(PM)

printer

ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, કંપનીઓ વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન LPG આયાત કરશે, જે યુએસ ગલ્ફ કોસ્ટથી મેળવવામાં આવશે. તેમણે કહ્યું કે, નાગરિકોને LPGનો સુરક્ષિત, સસ્તો પુરવઠો પૂરો પાડવા માટે સરકાર તેના LPG સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કરી રહી છે.
શ્રી પુરીએ માહિતી આપી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓની એક ટીમે છેલ્લા કેટલાક મહિનાઓમાં યુએસની મુલાકાત લીધી હતી અને મુખ્ય યુએસ ઉત્પાદકો સાથે ચર્ચા કરી હતી.