ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 17, 2025 11:25 એ એમ (AM)

printer

ભારતીય જનતા પાર્ટી સંસદીય બોર્ડની આજે નવી દિલ્હી ખાતેના પાર્ટી મુખ્યાલયમાં બેઠક યોજાશે

ભારતીય જનતા પાર્ટી સંસદીય બોર્ડની આજે નવી દિલ્હી ખાતેના પાર્ટી મુખ્યાલયમાં બેઠક યોજાશે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા થઈ શકે છે.શાસક NDA ગઠબંધનના નેતાઓએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ગુરુવાર સુધી ભરી શકશે. ચૂંટણી નવમી સપ્ટેમ્બરના રોજ યોજાશે. શ્રી જગદીપ ધનખડના રાજીનામાને કારણે આ ચૂંટણી થઈ રહી છે.