ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિદેશની ધરતી પર થી રાષ્ટ્રીય હિત વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃતિનો મુદ્દો ઉઠાવ્યા બાદ હંગામાને પગલે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી . શૂન્યકાળ દરમિયાન તેમણે આ મુદ્દો ઉઠાવતા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે આ ગંભીર બાબત છે અને તેમને નિર્ધારિત સમય કરતાં વધુ બોલવાની મંજૂરી આપી. વિરોધ પક્ષના સભ્યોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષી સભ્યોને આશ્વાસન આપ્યું હતું કે તેમને પણ આ મુદ્દે બોલવા દેવામાં આવશે. ભારે ઘોંઘાટને પગલે અધ્યક્ષે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.બાદમાં ૧૨ વાગ્યે રાજ્યસભા ની કાર્યવાહી પુનઃ શરૂ થઈ હતી.
Site Admin | ડિસેમ્બર 5, 2024 2:29 પી એમ(PM)
ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિદેશની ધરતી પર થી રાષ્ટ્રીય હિત વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃતિનો મુદ્દો ઉઠાવ્યા બાદ હંગામાને પગલે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી
