માર્ચ 6, 2025 7:28 પી એમ(PM)

printer

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયાના નામ જાહેર કરાયા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરાઇ.
જામનગર શહેર ભાજપ અધ્યક્ષ તરીકે કોર્પોરેટર બીના કોઠારીના નામની જાહેરાત કરાઇ છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદે યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અતુલ કાનાણીની નિમણૂક કરાઇ છે. જ્યારે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશ સિંધવને જવાબદારી સોંપાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રીપિટ કરાયા છે.