ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 3, 2024 7:25 પી એમ(PM) | જળશક્તિ મંત્રી

printer

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું હતું.. ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારો અને સહકાર ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી પાણીના સંગ્રહ ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.

ગુજરાતમાં આજથી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. આ અંતર્ગત આજે અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના સભ્ય બનાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે અપીલ કરી કે, દરેક સક્રિય કાર્યકર્તા 100 પ્રાથમિક સભ્ય બનાવે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ