મે 13, 2025 7:41 એ એમ (AM)

printer

ભારતીય જનતા પાર્ટી આજથી દેશભરમાં 11 દિવસની તિરંગા યાત્રા શરૂ કરશે

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય જનતા પાર્ટી આજથી દેશભરમાં 11 દિવસની તિરંગા યાત્રા શરૂ કરશે. આ દરમિયાન લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના મજબૂત નેતૃત્વ અને સશસ્ત્ર દળોની બહાદુરી વિશે જણાવવામાં આવશે. સમાજના અગ્રણી સભ્યો, ભૂતપૂર્વ સૈનિકો અને સામાજિક કાર્યકરો પણ આ યાત્રામાં ભાગ લેશે આ યાત્રા 23 મે સુધી ચાલુ રહેશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અભિયાનનું સ્વરૂપ સંપૂર્ણપણે રાજકીય નહીં હોય અને તેઓ એવા મુદ્દા પર લોકોને એક કરવા માંગે છે જેને સમાજના તમામ વર્ગોનો ટેકો હોય.