ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર – GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા. ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, આ જીએસટી સુધારાથી તમામ વર્ગના લોકોને લાભ થશે.
દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું, GSTના સુધારા બાબતે વેપારીઓ અને જનતા સુધી બાબતો લઈ જવાશે. ભાજપ દ્વારા આગામી સમયમાં GST માટેના જાગૃતિ કાર્યક્રમ યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 3:08 પી એમ(PM)
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર – GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા.