ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 3:38 પી એમ(PM) | રેખા ગુપ્તા

printer

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
ગઈકાલે દિલ્હી ભાજપની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ ગઈકાલે રાજ નિવાસ ખાતે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને મળ્યાં હતાં અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ઉપરાજ્યપાલે તેમનો દાવો સ્વીકાર્યો અને તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું.
શ્રીમતી ગુપ્તાએ સોશિયલ મીડિયા સંદેશમાં પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો તેમણે દિલ્હીના લોકોના કલ્યાણ અને વિકાસ માટે સંપૂર્ણ પ્રામાણિકતા, અને સમર્પણ સાથે કામ કરવાનું વચન આપ્યું.

શ્રીમતી ગુપ્તાએ તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક જીતી હતી. તેમણે વર્ષ 1992માં દિલ્હી યુનિવર્સિટીના દૌલતરામ કોલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ અને ભાજપ મહિલા મોરચા દિલ્હીનાં મહાસચિવ પણ રહી ચૂક્યાં છે.
આજના શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ હાજરી આપી હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ