ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 7:50 પી એમ(PM)

printer

ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી હરિયાણામાં ભાજપની ત્રીજા કાર્યકાળની સરકાર રચવાની પ્રક્રિયાનો આરંભ થયો

ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી હરિયાણામાં ભાજપની ત્રીજા કાર્યકાળની સરકાર રચવાની પ્રક્રિયાનો આરંભ થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર વખતે જાહેરાત કરી હતી કે, જો ભાજપ હરિયાણામાં સરકાર રચશે તો નાયબસિંહ સૈની મુખ્યમંત્રી બનશે.
પત્રકારોના પ્રશ્નના જવાબમાં કાર્યકારી મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અંગેનો નિર્ણય સંસદીય બોર્ડ અને ભાજપ વિધાનસભા પક્ષ દ્વારા લેવાશે.
દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ મોહનલાલ અને કાર્યકારી મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આજે હરિયાણામાં સરકારની રચના અને શપથવિધી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં ચર્ચા વિચારણા કરી છે.