ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 6:58 પી એમ(PM)

printer

ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી વિરોધ પક્ષ કોંગ્રેસ પર ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે

ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી વિરોધ પક્ષ કોંગ્રેસ પર ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે જ 1952ની લોકસભા ચૂંટણીમાં અને પછી 1954ની પેટાચૂંટણીમાં ડૉ. આંબેડકરની હાર સુનિશ્ચિત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ડૉ. આંબેડકરનેજવાહરલાલ નહેરુ સરકારમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી અને કોંગ્રેસના શાસન દરમિયાનતેમને ભારતરત્નનો ખિતાબ આપવામાં આવ્યો ન હતો.શ્રી પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસે ડૉ.આંબેડકરના નામ પર કોઈસ્મારક બનાવ્યું નથી. બાબાસાહેબનું અપમાન કરવા બદલ કોંગ્રેસે માફી માંગવી જોઈએ.