સપ્ટેમ્બર 25, 2025 7:42 પી એમ(PM)

printer

ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું

ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે જાહેરાત કરી કે આ અભિયાન 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગિય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ આત્મનિર્ભર ભારત દ્વારા જ છે.
શ્રી સિંહે કહ્યું કે આ 90 દિવસના અભિયાન દરમિયાન, ભાજપ અને તેના કાર્યકરો દેશભરના લોકો સુધી પહોંચશે અને તેમને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા અને ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.