ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી

ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. પક્ષે પંપોરથી સૈયદ શૌકત ગયૂરઅંદ્રાબી, શોપિયાંથી જાવેદ અહમદ કાદરી, રાજપોરાથી અર્શિદ ભટ્ટ, અનંતનાગથી એડ્વોકેટસૈયદ વજાહત, કિશ્તવાડથી શગુન પરિહાર, ડોડાથી ગજયસિંહ રાણા અને કોકરનાગથી રોશન હુસૈનગુજ્જરને ટિકિટ આપી છે. રાકેશ ઠાકુર રામબનથી, સલીમ ભટ્ટ બિનાહાલથી અને શક્તિ રાજપરિહાર ડોડા પશ્ચિમથી ચૂંટણી લડશે. આ પૂર્વે પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ તેને પરત ખેંચી લીધી હતી.  ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરના રોજ ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી 4થી ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.