ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 6:40 પી એમ(PM)

printer

ભારતીય જનતા પક્ષે આજે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું

ભારતીય જનતા પક્ષે આજે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી ગાંધીએ અમેરિકી ઉદ્યોગપતિ પર કથિત રીતે લાંચ લેવાના આક્ષેપ લાગ્યા બાદ સરકારને દોષિત ઠેરવી હતી. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે,‘કાયદા અને વ્યવસ્થા આ મામલે પોતાનું કામ કરશે અને સંબંધિત કંપની પોતાનો બચાવ જાતે કરશે.’શ્રી પાત્રાએ આ કેસનીસંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની શ્રી ગાંધીની માગને ફગાવતા તેમની ઉપર ભારતીય બજારને નબળું બનાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ કેસ જુલાઈ 2021થી ફેબ્રુઆરી 2022 દરમિયાન વીજળી ખરીદીની સમજૂતી સાથે જોડાયેલો છે.તેમણે એ પણ કહ્યું કે, આ સમજૂતીમાં સામેલ ચાર રાજ્યોમાં તે સમયે ભાજપ કે તેમના સહયોગીઓનું શાસન નહતું.શ્રી રાહુલ ગાંધીએ સરકાર પર ઉદ્યોગપતિને બચાવવાનો આરોપ લગાવ્યો અને આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.