ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM)

printer

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ, બુધવારે ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને હરાવીને યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો.
રેપિડ સ્ટેજની પ્રથમ બે રમતો ડ્રો કર્યા પછી, એરિગેસીએ પ્રથમ બ્લિટ્ઝ ગેમમાં વ્હાઇટ પીસ સાથે નિર્ણાયક વિજય મેળવ્યો. તે બીજી બ્લિટ્ઝ ગેમમાં પણ સારી સ્થિતિમાં હતો, પરંતુ ટાઇટલ સુરક્ષિત કરવા માટે સલામત ડ્રો સ્વીકાર્યો. આ ટાઇટલ જીત સાથે 22 વર્ષીય એરિગેસીએ 55 હજાર અમેરિકી ડોલરની ઇનામી રકમ મેળવી.