ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 27, 2025 2:27 પી એમ(PM)

printer

ભારતીય ખેલાડી સીમાએ વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં 5000 મીટર દોડમાં રજતચંદ્રક જીતી ઈતિહાસ રચ્યો

ભારતીય ખેલાડી સીમાએ જર્મની ચાલી રહેલા વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં 5000 મીટર દોડમાં રજતચંદ્રક જીતનાર પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યો. સીમાએ 15 મિનિટ 35.86 સેકન્ડના સીઝન-શ્રેષ્ઠ સમય સાથે રજતચંદ્રક જીત્યો છે.
દરમ્યાન સાહિલ જાધવે પુરુષોની કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ભારતીય તીરંદાજોએ પાંચ ચંદ્રકો સાથે પોતાનું અભિયાન પૂરું કર્યું. અગાઉ, તીરંદાજ પ્રણીત કૌરે મહિલા કમ્પાઉન્ડમાં રજત ચંદ્રક જીત્યો હતો. કમ્પાઉન્ડ તીરંદાજોએ મિશ્ર ટીમે સુવર્ણ, પુરુષોની ટીમે રજત અને મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો. પ્રવીણ ચિત્રાવલે તેના બીજા પ્રયાસમાં 16.66 મીટરના કૂદકા સાથે ટ્રિપલ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો હતો. આ સાથે જ ભારતના ચંદ્રકોની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.