ફેબ્રુવારી 3, 2025 6:49 પી એમ(PM)

printer

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ સતત બીજા અંડર-19 ICC મહિલા T20 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમ માટે 5 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ સતત બીજા અંડર-19 ICC મહિલા T20 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમ માટે 5 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. ભારતનો પહેલો મહિલા T20 વિશ્વકપ વિજય વર્ષ 2023માંદક્ષિણ આફ્રિકામાં શેફાલી વર્માના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયો હતો, અને હવે તેઓએ નિકીપ્રસાદના નેતૃત્વમાં તે ખિતાબ જીત્યો છે.