ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 17, 2025 2:27 પી એમ(PM) | BCCI

printer

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે

BCCI એટલે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે. વડોદરાના BCA સ્ટૅડિયમ ખાતે બીજી સીઝનની ચેમ્પિયન ટીમ રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે.
આ તમામ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આ સિઝનમાં બરોડા, બેંગ્લોર, લખનઉ અને મુંબઈ દ્વારા મેચનું આયોજન કરાશે.