ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું.વિશ્વસ્તરીય સુવિધા ધરાવતુંકેન્દ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ-CoE તરીકે ઓળખાશે. બેંગલુરુમાં 40 એકરથી વધુજમીનમાં ફેલાયેલ, BCCI સેન્ટર ઑફ એક્સેલન્સમાંકુલ ત્રણ વિશ્વ-કક્ષાના મેદાનો અને 86 પિચ છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને વિસ્તારોનો સમાવેશ થાય છે.તેની પાસે પ્રેક્ટિસ માટે 45 આઉટડોર નેટ પિચોપણ છે, જે ઈંગ્લેન્ડમાંથી મેળવેલી સુરક્ષા જાળીઓદ્વારા અલગ કરવામાં આવી છે. રમત વિજ્ઞાન અને તબીબી સુવિધાઓ સાથે, તે અગ્રણી ભારતીય ઓલિમ્પિક એથ્લેટ્સ માટે ખુલ્લું રહેશે,એકેડેમીમાં જેકુઝી, લાઉન્જ, મસાજ રૂમ, કીટ રૂમ અનેરેસ્ટરૂમ સહિતની ઘણી અત્યાધુનિક સુવિધાઓ છે. અદ્યતન ટેક્નોલોજી સાથે કોમેન્ટેટરઅને રેફરી રૂમ, ફિઝિયોથેરાપી ,જિમ,વગેરે સુવિધા હશે.આ  કેન્દ્ર તમામ શાખાઓમાં રમતવીરોને સમર્થન આપે છેઅને તે માત્ર ક્રિકેટ માટે નથી. તેનું લક્ષ્ય રમત વિજ્ઞાનને આગળ વધારવાનું છે.અગ્રણી ભારતીય ઓલિમ્પિયનોને અત્યાધુનિક રમત,વિજ્ઞાન અને તબીબી સુવિધાઓ મળશે ,જે સમગ્ર ભારતીય રમત ઇકોસિસ્ટમને વિસ્તૃત કરશે.