ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 2:10 પી એમ(PM)

printer

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ એક દિવસીય મેચમાં 91 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વિક્રમ બનાવ્યો છે

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ એક દિવસીય મેચમાં 91 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વિક્રમ બનાવ્યો છે. તેમણે વર્ષ 2024માં તમામ ફોર્મેટમાં મળીને એક હજાર 602 રન બનાવ્યાં છે.
આ સાથે સ્મૃતિ મંધાનાએ 91 રન બનાવી દક્ષિણ આફ્રિકાનાં લૌરા વોલ્વાર્ડટનો એક હજાર 509 રનનો અગાઉનો વિક્રમ તોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 211 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ શ્રેણીની બીજી અને ત્રીજી વન ડે મેચ વડોદરામાં આવતીકાલે અને 27 ડિસેમ્બરે રમાશે.