ઓગસ્ટ 8, 2024 2:19 પી એમ(PM) | વિનેશ ફોગટ

printer

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાના મુદ્દે વિરોધ પક્ષોએ આજે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાના મુદ્દે વિરોધ પક્ષોએ આજે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો જેને નામંજૂર કરવામાં આવ્યો હતો.
રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેઓ પોતે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાના કારણે દુઃખી છે અને આ મુદ્દે રાજકારણ કરવુંએ કુસ્તીબાજનું અપમાન છે. અધ્યક્ષે ઉમેર્યું કે હરિયાણા સરકારે પહેલેથી જ જાહેરાત કરી છે કે વિનેશ ફોગટને મેડલ વિજેતાની જેમ તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવશે.
ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ પણ વિપક્ષના વર્તનની નિંદા કરી હતી..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.