નવેમ્બર 1, 2025 7:54 એ એમ (AM)

printer

ભારતીય ઓળખ સત્તામંડળે આધાર વિઝન 2032 ફ્રેમવર્ક પ્રસિધ્ધ કર્યુ

ભારતીય ઓળખ સત્તામંડળે આધાર વિઝન 2032 ફ્રેમવર્ક પ્રસિધ્ધ કર્યુ. કૃત્રિમ બુધ્ધિમતા, બ્લોકચેન, અને એડવાન્સ્ડ એન્ક્રિપ્શન દ્વારા ભવિષ્ય-પ્રૂફ ડિજિટલ ઓળખને મજબૂત બનાવવા માટે આધાર વિઝન 2032નો રોડમેપ રજૂ કરે છે.ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે, આ ફ્રેમવર્ક ભારતના ડિજિટલ ઓળખ ઇકોસિસ્ટમને ફરીથી વ્યાખ્યાયિત કરવા અને આગામી દાયકા માટે આગામી પેઢીના ડિજિટલ ગવર્નન્સને વેગ આપવા માટે એક વ્યાપક રોડમેપ પ્રદાન કરશે.આ ફ્રેમવર્ક ટેકનોલોજી નિષ્ણાતોની ઉચ્ચ-સ્તરીય સમિતિ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું જેથી ખાતરી કરી શકાય કે આધાર ડિજિટલ વૈશ્વિક સાયબર સુરક્ષા ધોરણોનું પાલન કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ રોડમેપનો હેતુ ટેકનિકલ કુશળતા જાળવવા અને આધારને સુરક્ષિત, સમાવિષ્ટ અને લોકો-કેન્દ્રિત ડિજિટલ ઓળખ તરીકે વધારવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.