ભારતીય ઓલિમ્પિક સંગઠન, આઈઓએએ આજે દિલ્હીમાં તેની વિશેષ સામાન્ય સભામાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારીને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી. ભારત હવે 31મી ઓગસ્ટની સમયમર્યાદા પહેલાં અંતિમ બોલી માટે પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે. વર્ષ 2030 નવી દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સના 20 વર્ષ પૂરા કરશે. આ પ્રથમ અને એકમાત્ર પ્રસંગ હતો જ્યારે ભારતે રમતોનું આયોજન કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 13, 2025 7:51 પી એમ(PM)
ભારતીય ઓલિમ્પિક સંગઠને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારીને ઔપચારિક મંજૂરી આપી
