ભારતીય આયુવિજ્ઞાન સંશોધન કેન્દ્ર (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે કહ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં સંશોધનને આગળ વધારવા માટે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ જરૂરી છે. તેમણે દેશમાં સંશોધન માળખાગત સુવિધાઓ અને ભંડોળને મજબૂત બનાવવા માટે રોકાણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.ડૉ. બહલે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત જાહેર આરોગ્યમાં સંશોધન અને નવીનતા પરની આંતરરાષ્ટ્રીય બેઠકના સત્રને સંબોધતા આ વાત કહી હતી. તેમણે વિશ્વ કક્ષાના ઉત્પાદનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને સંશોધન અને વિકાસને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા બદલ વિકાસશીલ દેશોની પ્રશંસા કરી.
તેમણે કહ્યું કે આ પગલાથી તબીબી ઉપકરણો અને ટેકનોલોજી માટે સમૃદ્ધ અને વિકસિત દેશો પર નિર્ભરતા ઓછી થઈ છે. નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને તિમોર-લેસ્ટેના વરિષ્ઠ પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:48 એ એમ (AM)
ભારતીય આયુવિજ્ઞાન સંશોધન કેન્દ્ર (ICMR)ના ડાયરેક્ટર જનરલે કહ્યું – આરોગ્ય ક્ષેત્રમાં સંશોધનને આગળ વધારવા માટે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ જરૂરી
