ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાના બીજા દિવસે આજે મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રગતિ મેદાનના ભારત મંડપમ્ ખાતે “વિકસિત ભારત 2047” વિષયવસ્તુ સાથે આ મેળાનું આયોજન કરાયું છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, સાંજના સમયે મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય મંડપોમાં ખરીદી માટે આવી રહ્યા છે. મુલાકાતીઓ વિવિધ મંડપમાં જઈ વિશિષ્ટ સાંસ્કૃતિક વારસા અને હસ્તશિલ્પ કળાનો લ્હાવો લઈ રહ્યા છે.
ચીન, ઇજિપ્ત, ઇરાન, દક્ષિણ કૉરિયા, થાઈલેન્ડ અને સંયુક્ત આરબ અમિરાત સહિત અન્ય દેશના ત્રણ હજારથી વધુ પ્રદર્શક આ મેળામાં પોતાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:51 પી એમ(PM)
ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાના બીજા દિવસે આજે મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
