ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 56મા સંસ્કરણનો આજે રાત્રે સમાપન સમારોહ યોજાશે.
20મી નવેમ્બરથી ગોવામાં શરૂ થયેલ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના- IFFI ની આ યાદગાર યાત્રા આજે સાંજે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, સમારોહના ડિરેક્ટર શેખર કપૂર સાથે અનેક મહાનુભાવો પણ આ મેગા કાર્યક્રમમાં જોડાશે તેવી અપેક્ષા છે. આજના કાર્યક્રમમાં એક ખાસ આકર્ષણ સુપરસ્ટાર રજનીકાંતને તેમની 50 વર્ષની શાનદાર સિનેમેટિક સફરના સન્માનમાં એક વિશેષ સન્માન આપવામાં આવશે. સિનેમામાં શ્રેષ્ઠતાને માન્યતા આપતા પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક, સિલ્વર પીકોક અને ICFT યુનેસ્કો ફિલ્મ એવોર્ડ્સ પણ આજે રાત્રે આપવામાં આવશે. આ વર્ષે, ફિલ્મ મહોત્સવમાં 81 દેશોની 240 થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મહોત્સવમાં અનેક પ્રેરણાદાયી અને વાર્તાલાપ સત્રો યોજાયા હતા.
Site Admin | નવેમ્બર 28, 2025 7:26 પી એમ(PM)
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 56મા સંસ્કરણનો સમાપન સમારોહ શરૂ.