ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:11 પી એમ(PM)

printer

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ સ્પૅસ ડૉકિંગ પ્રયોગ- સ્પેડેક્સ મિશનના ભાગરૂપે બે ઉપગ્રહને અનડૉક કરવાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ સ્પૅસ ડૉકિંગ પ્રયોગ- સ્પેડેક્સ મિશનના ભાગરૂપે બે ઉપગ્રહને અનડૉક કરવાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે, જે દેશની અવકાશ સંશોધન યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલૉજી રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંઘે સ્પેડેક્સ મિશનના ભાગરૂપે અનડૉકિંગ પ્રયોગના સફળ પ્રદર્શન બદલ ઇસરોને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંઘે કહ્યું, આ ભારતીય અંતરિક્ષ મથક, ચંદ્રયાન ચાર અને ગગનયાન સહિતના મહત્વાકાંક્ષી ભવિષ્યના અભિયાનના સરળ સંચાલન માટેનો માર્ગ મોકળો કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.