ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 4, 2024 10:45 એ એમ (AM)

printer

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે સાંજે PSLV-C59/Proba 3 મિશનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે સાંજે PSLV-C59/Proba 3 મિશનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરશે.
PSLV C59 યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા 3 ઉપગ્રહોને અત્યંત લંબગોળ ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરશે. ઈસરોની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડને યુરોપની અવકાશ સંસ્થા તરફથી આ ઓર્ડર મળ્યો છે. પ્રોબા 3 ઉપગ્રહ ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી બે ભાગમાં વહેંચાઈ જશે. આ ઉપગ્રહો સૂર્યની બહારની બાજુ, તેની આસપાસનું વાતાવરણ, અવકાશનું હવામાન અને સૌર પવનનો અભ્યાસ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ