ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 9:32 એ એમ (AM)

printer

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ લદ્દાખના લેહમાં દેશના પહેલા એનાલૉગ અવકાશ અભિયાનનો પ્રારંભ કર્યો

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ આંતરગ્રહીય વસવાટમાં જીવનનું અનુકરણ કરવા માટે લદ્દાખના લેહમાં દેશના પહેલા એનાલૉગ અવકાશ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ પગલું ભારતના નજીકના ભવિષ્યમાં ચંદ્રમા પર માનવ મોકલવાના આયોજનના ભાગરૂપે મહત્વનું છે.
એનાલૉગ અવકાશ અભિયાન પૃથ્વી પર અવકાશ વાતાવરણની સાથે ભૌતિક સમાનતા રાખનારા અને અવકાશ ઉડાન સંશોધન માટે સમસ્યા નિવારણમાં મહત્વની ભૂમિકા ધરાવતા સ્થળોનું પરિક્ષણ છે. લદ્દાખની ભૌગોલિક વિશેષતાઓના મંગળ ગ્રહ અને ચંદ્ર પ્રકૃતિ ચિત્ર સમાન હોવાના કારણે આ વિસ્તારને એનાલૉગ અભિયાન માટે પસંદ કરાયો છે. એક મહિના સુધી ચાલનારું આ અભિયાન ભારતની ચંદ્રમા પર આવાસ સ્થાપિત કરવાની યોજનાના ભાગરૂપે આંતરગ્રહીય અભિયાન શરૂ કરવા માટે આધાર પૂરો પાડી શકે છે.