ડિસેમ્બર 24, 2025 8:29 એ એમ (AM)

printer

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા આજે સવારે અમેરિકી બ્લુબર્ડ બ્લોકનું સંચાર સેટેલાઇટ લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરો, આજે સવારે 8:54 વાગ્યે LVM3-M6 મિશન હેઠળ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટ લોન્ચ કરશે. આ લોન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી થશે.આ મિશન ભારતના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ LVM3નો ઉપયોગ કરશે. તે વિશ્વસનીય અને ઓછા ખર્ચે વાણિજ્યિક અવકાશ પ્રક્ષેપણમાં ભારતના રેકોર્ડને મજબૂત બનાવશે.બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહ અમેરીકાના AST સ્પેસ મોબાઇલ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તેનાથી અવકાશ માંથી સીધી મોબાઇલ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સરળ બનશે. આ ઉપગ્રહથી સ્માર્ટફોન પર 4G અને 5G સેવાઓ વધુ સારી બનશે. ખાસ કરીને અંતરીયાળ અને અછતગ્રસ્ત વિસ્તારોમાં ઉપયોગી થશે.આ મિશન જાહેર કનેક્ટિવિટી સુધારવામાં, કટોકટી દરમિયાન સંદેશાવ્યવહારને ટેકો આપવા અને અવકાશ-આધારિત ટેકનોલોજી દ્વારા વૈશ્વિક ડિજિટલ ઍક્સેસને વિસ્તૃત કરવામાં મદદ કરશે.