ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોએ આજે સિન્થૅટિક અપેર્ચર રડાર ઉપગ્રહ—નિસારને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો હતો. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇસરોએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશમાં શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી G.S.L.V. F—16 રૉકેટથી ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. આ ઇસરો અને અમેરિકાની અવકાશ સંસ્થા- નાસાનું આ સંયુક્ત અભિયાન છે.
આ અભિયાનનો ઉદ્દેશ પ્રત્યેક બાર દિવસે સમગ્ર પૃથ્વી અને તેની આંતરીક ગતિવિધિઓનું નજીકથી નિરીક્ષણ કરવાનો છે. તેનાથી આબોહવા પરિવર્તન સંશોધન અને આપત્તિ પ્રતિભાવ માટે ઉચ્ચ ગુણવત્તાની છબીઓ અને આંકડા મળશે.
Site Admin | જુલાઇ 30, 2025 7:43 પી એમ(PM)
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોએ નિસાર-ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો
