ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO એ LVM3 પ્રક્ષેપણ યાનના ક્રાયોજેનિક એન્જીનની ફ્લાઇટ એક્સેપટન્સ હોટ ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક કરી છે.
તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતેના ઇસરોના કેન્દ્રમાં આ કામગીરી કરવામાં આવી હતી. આ અંગેના નિવેદનમાં ઇસરોએ જણાવ્યું છે કે LVM3 ઇસરો દ્વારા તૈયાર કરાયેલ પ્રક્ષેપણ યાન છે, અને દરેક મિશન વખતે ક્રાયોજેનિક એન્જીનનું સ્વીકૃતિ પ્રક્રિયાના ભાગરૂપે હોટ ટેસ્ટીંગ કરવામાં આવે છે.
ભારતીય વૈજ્ઞાનિકોએ વિકસાવેલી નવી પરીક્ષણ પદ્ધતિ દ્વારા ક્રાયોજેનિક એન્જીનની પરીક્ષણની કામગીરી ઓછા સમયમાં કરી શકાય છે.