ભારતીય અવકાશ સંશોધન સંગઠન આજે NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) ઉપગ્રહ લોન્ચ કરશે.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F16 રોકેટનો ઉપયોગ કરીને સાંજે લોન્ચ કરવામાં આવશે. લોન્ચ માટે કાઉન્ટડાઉન ગઈકાલે બપોરે 2:10 વાગ્યે શરૂ થયું. આ મિશનનો હેતુ દર 12 દિવસે સમગ્ર પૃથ્વી પીઆર ભ્રમણ કરી તેના ડેટા ભેગા કરવાનો છે.
ખાસ કરીને આબોહવા પરિવર્તન સંશોધન અને આપત્તિ સમયે ઝડપથી સહાય થી શકે તેવા એક્યુરેટ તસવીરો અવકાશ માઠી મોકલશે.
ઉપગ્રહમાં સેન્ટીમીટર-સ્તરની ચોકસાઈ સાથે સપાટીના ફેરફારોને ટ્રેક કરવા માટે NASA ના L-બેન્ડ અને ISRO ના S-બેન્ડ રડારનો સમાવેશ થાય છે.
NISAR પૃથ્વી ઉપર થતી તમામ ગતિવિધિઓ પર વૈજ્ઞાનિક માહિતી મોકલશે ઉપરાંત પૃથ્વીની આબોહવા અને વધતાં તાપમાન વચ્ચે જમીન અને બરફના ગ્લેશિયરમાં થતાં ફેરફારોનો અભ્યાસ કરી એના ડેટા મોકલશે.
Site Admin | જુલાઇ 30, 2025 10:13 એ એમ (AM)
ભારતીય અવકાશ સંશોધન સંગઠન આજે નિસાર ઉપગ્રહ લોન્ચ કરશે
