ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 14, 2025 7:52 પી એમ(PM)

printer

ભારતીય અવકાશ સંશોધન સંગઠને ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા ૧૪૩ મિલિયન યુએસ ડોલરનું વિદેશી હૂંડિયામણ ઉભું કર્યું છે

ભારતીય અવકાશ સંશોધન સંગઠને ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા ૧૪૩ મિલિયન યુએસ ડોલરનું વિદેશી હૂંડિયામણ ઉભું કર્યું છે. અવકાશ વિભાગે જણાવ્યું હતું કે ઇસરોએ છેલ્લા દાયકામાં વ્યાપારી ધોરણે કુલ ૩૯૩ વિદેશી ઉપગ્રહો અને ૩ ભારતીય ગ્રાહક ઉપગ્રહો લોન્ચ કર્યા છે. જાન્યુઆરી ૨૦૧૫ થી ડિસેમ્બર ૨૦૨૪ ની વચ્ચે, આ ઉપગ્રહો ઇસરોના પીએસએલવી, એલવીએમ૩ અને એસએસએલવી પ્રક્ષેપણ વાહનો દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇસરોના ટ્રેક રેકોર્ડમાં અમેરિકા, બ્રિટન, સિંગાપોર અને અન્ય ઘણા વિકસિત દેશો સહિત ૩૪ દેશો માટે ઉપગ્રહો લોન્ચ કરવાનો સમાવેશ થાય છે.