ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર – ISRO એ આજે સાંજે શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું.
ભારતીય પ્રક્ષેપણ વાહન દ્વારા લઈ જવામાં આવેલ હેવીલિફ્ટ રોકેટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સાંજે 5 વાગીને 26 મિનિટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી. આ મિશનનો હેતુ નૌકાદળના સંદેશાવ્યવહારને વધારવા અને દૂરના પ્રદેશોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વેગ આપવાનો છે. આ ભારતના સૌથી શક્તિશાળી રોકેટની પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ છે. આ ઉપગ્રહ એક મલ્ટી-બેન્ડ લશ્કરી સંચાર પ્રણાલી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ, CMS-03 ના સફળ પ્રક્ષેપણ બદલ ISROને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ અવકાશ ક્ષેત્ર કેવી રીતે શ્રેષ્ઠતા અને નવીનતાનો પર્યાય બની ગયું છે તેની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે દેશના અવકાશ વૈજ્ઞાનિકો દ્વારા સંચાલિત આ સફળતાઓએ રાષ્ટ્રીય પ્રગતિને વેગ આપ્યો છે અને અસંખ્ય લોકોને સશક્ત બનાવ્યા છે.
Site Admin | નવેમ્બર 2, 2025 7:45 પી એમ(PM)
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું.