જુલાઇ 15, 2025 8:41 એ એમ (AM)

printer

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ 4 મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો આજે બપોર બાદ પૃથ્વી પર પરત ફરશે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ -4 મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર 18 દિવસ વિતાવ્યા બાદ આજે પૃથ્વી પર પરત ફરશે. તેઓ ગઈકાલે સ્પેસએક્સ ડ્રેગન પર ભ્રમણકક્ષાની પ્રયોગશાળા આઇએસએસથી પૃથ્વીની લગભગ 22 કલાકની મુસાફરી માટે રવાના થયા હતા. યુ. એસ. માં કેલિફોર્નિયાના દરિયાકાંઠે આજે બપોરે ત્રણ વાગ્યે સ્પ્લેશડાઉન થવાની ધારણા છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે આજનું નવુ ભારત સૌથી અદભૂત દ્રશ્યમાન થાય છે.ISS પરના તેમના રોકાણ દરમિયાન, શ્રી શુક્લાએ સાત ભારત-વિશિષ્ટ માઇક્રોગ્રેવિટી પ્રયોગો કર્યા, જે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની વધતી જતી ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. આ પ્રયોગો ભવિષ્યના ગ્રહોના મિશન અને લાંબા ગાળાના અવકાશ નિવાસ માટે મહત્વપૂર્ણ ડેટા જનરેટ કરવા માટે કરાયેલા છે. રવિવારે, NASA ના એક્સપિડિશન ક્રૂએ Axiom-4 ક્રૂ માટે પરંપરાગત વિદાય સમારંભનું આયોજન કર્યું. વિદાય સમારંભમાં બોલતા, શ્રી શુક્લાએ તેમની અવકાશ યાત્રાને ખરેખર અવિશ્વસનીય ગણાવી.